રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકા(SMC)ની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન AAPના કોર્પોરેટરોએ શિક્ષણના મુદ્દે વિવિધ પ્રશ્નો ઉઠાવ્યાં હતાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર દ્વારા શાળામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સામે શિક્ષણની પોલ ખોલવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી આદમીના કોર્પોરેટર પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે અને તે અંગે આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના તાયફા કરવા સ્કૂલે આવેલા ભાજપના નેતાઓને સરકારી શાળામાં શિક્ષકોની ઘટ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સવાલ પૂછતાં ભાજપના નેતાઓ ગુંડા તેમજ પોલીસ બોલાવીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા અને તેમજ મારામારી કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના સુરતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે, અમે કાર્યક્રમમાં આવ્યા તો અમને અંદર જ પૂરી દેવામાં આવ્યા છે અને એનો અર્થ એમ થયો કે પોલીસ કાયર છે અથવા તો પોલીસ ભાજપ સાથે ભળી ગયેલી છે એટલે અમારા કાર્યકર્તાઓ અને અમારા કોર્પોરેટર પર હુમલાઓ થઇ રહ્યા છે અને નાના એવા કાર્યક્રમમાં અમે હાજર રહેવી તો અમને પોલીસ પકડી લે છે પરંતુ હિંસા આચરનારા અસામાજિક તત્વોને પોલીસ ધરપકડ કરતી નથી.
ગઈકાલે પણ આમ આદમી પાર્ટીના સુરતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવતા કહ્યું હતું કે, શિક્ષકોની ઘટ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં નિરાકરણ ન આવતા આજે શાળાઓમાં વાલીઓની હાજરીમાં આ બાબતે અવાજ ઉઠાવવામાં આવતા ડેપ્યુટી મેયરે ચાલુ કાર્યક્રમ છોડીને જ ચાલતી પકડી હતી. ડેપ્યુટી મેયર શિક્ષણના પ્રશ્નોને સાંભળી શક્યા પણ નહોતા અને સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય કે, ગુંડા જેવી માનસિકતા ધરાવતા શખ્સો કાર પર હુમલો કરતા નજર ચડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.