લગ્નના બે મહિના બાદ બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સ સાથે પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ શેર કર્યા છે.અને આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ કરીને આવનાર બાળકની જાહેરાત કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ થોડી જ મિનિટોમાં ખુબજ વાયરલ થઈ ગઈ છે.
આલિયા ભટ્ટે એક સુંદર તસવીર સાથે જાહેરાત કરી છે કે તેનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે અને આ તસવીરમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. બંને ડિસ્પ્લેમાં તેમના આવનાર બાળકની ઝલક જોઈ રહ્યા છે. આ દરમિયાન આલિયાના ચહેરા પર ખૂબ જ ક્યૂટ સ્માઈલ જોવા મળી રહી છે.
આ સાથે આલિયાએ બીજી તસવીરમાં સિંહ-સિંહણ અને તેના બાળકની ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે અને આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારું બાળક જલ્દી આવી રહ્યું છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.