સુરતની કુખ્યાત ચીખલીગર ગેગંને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું અને છેલ્લા લાંબા સમયથી સુરત શહેર સહિત જિલ્લામાં ચીખલીગર ગેગનો આતંક હતો. બાતમીના આધારે ચીખલીગર ગેંગને પોલીસે બારડોલી પાસે દબોચ્યા અને જીવ સટોસટીનો ખેલ ખેલાયો. સુરત પોલીસ કમીશ્નર પ્રેસ કોંફરંસ કરી જાણકારી આપશે.
બારડોલી નજીકથી ચીખલીગર ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ધરપકડ કરી છે અને શહેરના દસ્તાન ફાટકના રોડ પર નાડાબંધી કરીને પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે અને ચીખલીગર ગેંગના સભ્યોની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાંચે JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે.
શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા અને આ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ્ચ બુલડોઝર પણ મુકાયું હતું.
પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.