મહિન્દ્રાએ નવી સ્કૉર્પિયો એન લોન્ચ કરી દીધી છે અને કંપની એ તેને “Big Daddy Of SUVs” ગણાવી છે. જો કે હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે પણ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા મોડલની કિંમત વિશે કોઈ જાણ કરી નથી અને સાથે જ મહિન્દ્રાએ તેની ઘોષિત કિંમતોની સાથે સાથે એક શર્ત પણ રાખી છે કે આ કિંમતો પહેલી 25 હજાર બુકિંગ્સ પૂરતી જ છે અને મહિન્દ્રા તરફથી આ કિંમતોનું એલાન કરતાં સમયે આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આવી પરિસ્થિતિમાં એવું બની શકે છે કંપની આગળ જતાં આ નવી સ્કૉર્પિયો એનની કિંમતોમાં વધારો કરી શકે પણ પહેલી 25 હજાર બુકિંગ થઈ ગયા પછી જે લોકો બુકિંગ કરાવશે એમને ભાવવધારાનો સામનો કરવો પડી શકે છે.
મહિન્દ્રાએ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) માટે ‘કાર્ટમાં જોડાયેલ ફીચર્સ’ વિશે કંપની વેબસાઇટ 5 જુલાઇથી ઓનલાઈન થશે. આ સુવિધા કંપની ડીલરશીપ પર પણ ઉપલબ્ધ થશે અને તેની સાથે જ શરૂઆતમાં 5 જુલાઇથી દેશના 30 શહેરોમાં સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N)ની ટેસ્ટ ડ્રાઈવ શરૂ થશે અને એ પછી થોડા સમયમાં જ બીજા શહેરોમાં પણ લોકો તેની ટેસ્ટ ડ્રાઈવ કરી શકશે અનેં મહિન્દ્રાએ એમ પણ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એનની બુકિંગ 30 જુલાઇ 2022થી શરૂ થશે અને તહેવારની સિઝન પહેલા ડિલિવરી પણ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.