ટીવી જગતના મશહૂર એક્ટર અને એક ઘણા સારા હોસ્ટ જય ભાનુશાળીને દરેક લોકો ઓળખે છે. એક સમય હતો જ્યારે ભારતના ઘરે ઘરમાં જય ભાનુશાળીનું નામ પ્રચલિત હતું. આજે પણ હજુ એમના હોસ્ટ કરેલ શો લોકો રિપીટમાં જુએ છે. આટલા કામયાબ હોસ્ટના ઘરેથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે અને જય ભાનુશાળીના ઘરે થોડા દિવસથી એક નોકર કામ કરી રહ્યો હતો જેને તેની પત્ની માહી વિજને મારી નાખવાની ધમકી આપી છે. જો કે આ ઘટના બનવા પર માહીએ એક વિડીયો પણ બનાવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
માહી વિજે હાલમાં જ થોડા ટ્વીટ્સ કર્યા હતા જેમાં એમને એ વાત કહી હતી કે તેના નોકર દ્વારા તેને મારી નાખવાની ધમકી મળી છે પણ એ પછી માહીએ એ ટ્વીટ્સ ડિલીટ કરી દીધા હતા પણ એ ટ્વીટ્સના સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ ટ્વિટમાં માહીએ લખ્યું હતું કે તેના નોકરે તેને મારી નાખવાની ધમકી આપી છે અને એ વાતનો તેની પાસે વિડીયો પણ છે. જો કે માહીએ એ આ વાત વિશે હાલમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં પણ આ વાત વિશે ઉલ્લેખ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે એમને ત્યાં થોડા સમયથી એક કુક કામ કરતો હતો અને એ પછી એમને જાણ થઈ હતી કે એ કુક એમના ઘરમાં ચોરી પણ કરી રહ્યો છે અને જ્યારે જય એ ગુસ્સામાં તેને નોકરી છોડવા માટે કહ્યું ત્યારે તેને આખા મહિનાનો પગાર માંગ્યો હતો અને આ વાતને લઈને બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી અને એ સમયે જ તેને મને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હાલ માહી એક અવોર્ડ શોમાં પંહોચી હતી જ્યાં તેને આ વાતનું ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે એ નોકરને કામ કરતાં 3 દિવસ થયાં હતા અને જ્યારે અમે તેનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું ત્યારે ખબર પડી હતી કે તેને દિલ્લીમાં આવી એક હરકત કરી હતી અને એટલા માટે અમે પોલીસને બોલાવી અને તેને અરેસ્ટ પણ કરાવ્યો હતો. એ સમયે તે નોકરે મને ચાકુથી મારી નાખવાની ધમકી આપી હતી અને સાથે ઘણા અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો અને સાથે જ માહિને એ વાતનો ડર સતાવે છે કે એને સાંભળવા મળ્યું છે કે હાલ એ નોકર બેલ ઉપર બહાર આવી રહ્યો છે અને બહાર આવીને ક્યાંક તેને તેની દીકરી કે માહીને કઈં હાનિ પંહોચાડી તો શું થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.