આજે 1 જુલાઈથી દેશભરમાં અનેક ફેરફારો થયા છે. આની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. એટલા માટે એ મહત્વનું છે કે, તમે પહેલાથી જ નિયમો જાણો. સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી સસ્તા થયા છે અને બીજી તરફ, આધાર-PAN લિંક કરવા માટે, 1000 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તો મોટરસાઇકલ ખરીદવી મોંઘી બની.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.અને દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2219 રૂપિયાથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, કોલકાતામાં 2322 રૂપિયાની સામે હવે આ સિલિન્ડર 2140 રૂપિયામાં મળશે. મુંબઈમાં કિંમત 2171.50 રૂપિયાથી ઘટીને 1981 રૂપિયા અને ચેન્નાઈમાં 2373 રૂપિયાથી ઘટીને 2186 રૂપિયા થઈ ગઈ છે અને
દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયા, કોલકાતામાં 182 રૂપિયા, મુંબઈમાં 190.50 રૂપિયા અને ચેન્નાઈમાં 187 રૂપિયાનો ઘટાડો થયો છે. ગયા મહિને જૂનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 135 રૂપિયાનો ઘ ટાડો કરવામાં આવ્યો હતો. જોકે, તેલ કંપનીઓ દ્વારા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ રાહત આપવામાં આવી નથી. દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1003 રૂપિયા છે.
આજથી એટલે કે 1 જુલાઈથી PAN ને આધાર સાથે લિંક કરવા માટે તમારે 1,000 રૂપિયા ચૂકવવા પડશે અને જ્યારે 30 જૂન સુધી આ કામ 500 રૂપિયામાં થતું હતું. હવે તમારે 500 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.