પૂર્વ મિસ યુનિવર્સ અને પોપ્યુલર બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન થોડા જ મહિનામાં 47 વર્ષની થઈ જશે પણ એમણે આજ સુધી લગ્ન નથી કર્યા. એક ઇંટરવ્યૂમાં એમને આની પાછળના કારણ વિશે ખુલાસો કર્યો હતો અને એમનું કહેવું છે કે એમના લગ્ન નથી થયા તેની પાછળનું કારણ એમની દત્તક લીધેલી દીકરીઓ નથી અને સુષ્મિતા એ ટ્વિક ઈન્ડિયા માટે ટ્વિંકલ ખન્ના સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે. ‘ ખુશકિસ્મતીથી મારા જીવનમાં ઘણા સારા લોકો આવ્યા હતા પણ મેં લગ્ન ન કર્યા કારણ કે એ બધા લોકોએ મને ક્યાંકને ક્યાંક નિરાશ કરી છે. મારા લગ્ન ન કરવાના નિર્ણય સાથે મારા બાળકોનું કઈ લેવા-દેવા નથી.
સુષ્મિતાએ જણાવ્યું હતું કે રેનીને દત્તક લીધી હતી ત્યારે એમના જીવનમાં કોઈ નહતું અને એ પછી એમના જીવનમાં જે લોકો આવ્યા એ ક્યારેય ન સમજી શક્યા કે સુષ્મિતાના જીવનની પ્રાથમિકતા શું છે. સાથે જ સુષ્મિતાએ એમ પણ કહ્યું હતું કે એ કોઈ પાસે એવી આશા નથી રાખતી કે તેની જવાબદારીમાં કોઈ ભાગ પડાવે પણ મને મારી જવાબદારીથી દૂર કરે એ મને પસંદ નથી. સુષ્મિતા એ કહ્યું હતું કે એક ઉંમર સુધી એમની દીકરીઓને એમની જરૂર પડવાની છે અને આ સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે એમના જીવનમાં આવેલ દરેક વ્યક્તિઓને તેની દીકરીઓ એ દીલ ખોલીને સ્વીકાર્યા હતા. દરેક લોકોનું સમ્માન કર્યું હતું અને એમની એ વાત મને ખૂબ પસંદ આવી હતી.
સુષ્મિતા સેને આગળ જણાવ્યું હતું કે ત્રણ વખત તેના સંબધો લગ્ન સુધી પંહોચી ગયા હતા પણ અંતે ભગવાને તેને બચાવી લીધી હતી. એમના જીવનમાં ઘણી સમસ્યા આવી હતી પણ દર વખતે ભગવાન એમનો સાથ આપતા અને તેને બચાવી લેતા. સુષ્મિતા સેને વર્ષ 2000 માં તેની દીકરી રેની અને 2002 માં અલિશાને દત્તક લીધી હતી અને સુષ્મિતાના છેલ્લા રિલેશન વિશે વાત કરીએ તો રોહમન શોલ સતહેતેઓ ત્રણ વર્ષ સુધી રિલેશનશીપમાં રહી અને 2021 માં એમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
સુષ્મિતા સેને વર્ષ 1994 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો અને એ પછી વર્ષ 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ “દસ્તક” થી એમણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું તેમજ એ પછી સુષ્મિતાસેને ઘણી ફિલ્મો કરી અને બોલીવુડમાં સારી ઓળખ ઊભી કરી હતી. એ પછી 8 વર્ષ સુધી ફિલ્મોમાંથી બ્રેક લીધા વર્ષ 2020માં એમણે “આર્યા” વેબસીરિજ થી ફરી એક્ટિંગ કરવાની શરૂઆત કરી અને 2021 માં તેની સિજન 2 માં પણ તેઓ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.