ઉદયપુરમાં તાજેતરમાં દરજી કન્હૈયાલાલની હત્યા પછી ભારેલો અગ્નિ છે અને કોઇ પણ તોફોનમાં સૌથી પહેલો ટાર્ગેટ બસ જ હોય છે એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત રોડવેઝે રાજસ્થાનમાં પોતાની બસનો પ્રવેશ બંધ કરી દીધો છે અને જેના કારણે રાજસ્થાન જતા મુસાફરોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રોડવેઝ રાજસ્થાનના રસ્તા પર દોડતી પોતાની બસોને પાછી બોલાવી લેવાનું પણ વિચારી રહી છે.
ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રોડવેઝે રાજસ્થાનમાં તેની બસોનો પ્રવેશ બંધ કરી દીધો છે. તોડફોડના ડરથી ગુજરાત રોડવેઝની બસોને રાજસ્થાનના રતનપુર બોર્ડર પહેલા શામળાજી બસ સ્ટેન્ડ પર રોકવામાં આવી રહી છે અને જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અન્ય રાજયોની બસો યથાવત રાજસ્થાન જઇ રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ, ગુજરાત રોડવેઝ મેનેજમેન્ટે ડુંગરપુર જિલ્લાના રતનપુર બોર્ડરથી રાજસ્થાન તરફ જતી તેની રોડવેઝ બસોને તેમના રાજ્યના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી ખાતે અટકાવી દીધી છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ઉદયપુર અને નાથદ્વારા જતી બસોને રાજસ્થાનની સરહદે આવેલા રતનપુર પહેલા ગુજરાતના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી ખાતે રોકવામાં આવી રહી છ અને ગુરુવારે સવારે શામળાજી બસ સ્ટેન્ડ પર ગુજરાત રોડવેઝની એક ડઝન જેટલી બસોના પૈડા થંભી ગયા હતા.
ગુજરાતના વિવિધ બસ સ્ટેન્ડ પરથી ઉદયપુર ડિવિઝન માટે જતી સરકારી બસો પણ આગામી આદેશો સુધી દોડશે નહીં અને ગુજરાતની સરકારી બસો બંધ થવાના કારણે રાજસ્થાન જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ શામળાજીથી રાજસ્થાન તરફ વાહન બદલવું પડશે.
દરજી કન્હૈયાલાલની બે દિવસ પહેલા ઉદયપુરમાં ધોળે દિવસે એક દુકાનમાં ઘૂસીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારથી ઉદયપુર ડિવિઝનની સાથે રાજસ્થાનમાં પણ તણાવનું વાતાવરણ છે. તણાવની સ્થિતિને જોતા રાજસ્થાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.અને તે જ સમયે, સમગ્ર રાજ્યમાં કલમ-144 પણ લાગુ કરવામાં આવી છે. સ્થિતિને જોતા પોલીસ પ્રશાસનને સંપૂર્ણ રીતે એલર્ટ રાખવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.