UPના મેરઠમાં બે બહેનપણી વચ્ચે પાંગર્યો પ્રેમ, કોર્ટ મેરેજ કરવા ગઈ અને પરિવારે કર્યું કંઈક એવું……

UPના મેરઠમાં બે બહેનપણીઓના એકબીજા સાથે લગ્ન કરવાના નિર્ણયને લઈને હોબાળો થઈ ગયો. બન્ને લગ્ન કરવાની જીદ કરી રહી હતી. બન્ને કોર્ટમાં કોર્ટ મેરેજ કરવા માટે ગઈ હતી . બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા અને જેવી આ વાતની ખબર એક યુવતીના પરિવારજનોને થઈ તેવા તરત જ તેઓ જ્યાં આ બન્ને યુવતીઓ હતી તે સ્થળ પર પહોંચી ગયા અને યુવતીને માર માર્યો.

પોતાની બહેનપણીને માર મરાતો હોવાનું જોઈને બીજી મહિલા મિત્રએ તરત જ સમગ્ર બાબતે પોલીસને ફોન કર્યો. પરિવારજનોનો વિરોધ જોઈને પોલીસે સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા અને જ્યાં કલાકો સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો. તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છતાં બંને યુવતીઓ પોતાના પરિવારજનોના લાડ અને પ્રેમને ઠુકરાવીને જતી રહી હતી. પોલીસે બંને પરિવારો પાસેથી યુવતીઓની સુરક્ષા માટે લેખિતમાં આશ્વાસન લીધું છે.

આ સમગ્ર મામલો મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે જોડાયેલો છે, જ્યાં બે યુવતીઓની વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલા તેમના પરિવારજનોને આ વિશે શંકા ગઈ હતી ત્યારે તેમણે આ યુવતીઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે એક યુવતી મેડિકલ વિસ્તારમાં પોતાની બહેનપણીના ઘરે પહોંચી ગઈ, ત્યાર પછી હંગામો થઈ ગયો અને બંને યુવતીઓના પરિવારની મહિલાઓ પણ આવી ગઈ. રોડની વચ્ચે ઝપાઝપીની જાણ થતાં જ મેડિકલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ. અહીં મહિલા ઈન્સ્પેક્ટરે બંને યુવતીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આ બન્ને યુવતીઓ સમલૈંગિક લગ્ન કરી ચૂકી છે અને તેઓ પુખ્ત વયની હોવાના કારણે તેઓ સાથે રહેવા માંગે છે, પરંતુ તેનો પરિવાર અડચણરૂપ બન્યો છે.

બન્નેની માતા અને બહેન પણ વાતચીત દરમિયાન ખૂબ જ રડ્યા. આ બન્ને યુવતીના પરિવારજનોએ તેમને તેમના બાળપણના પ્રેમ અને માતા-પિતાના સપનાઓ વિશે પણ જણાવ્યું પરંતુ તેમનું હૃદય ઓગર્યું નહીં. આખરે પોલીસે બંને સાથે વાત કરી, ત્યાર પછી તે બન્ને એક સાથે નીકળી ગઇ. ઈન્સ્પેક્ટર સંત શરણ સિંહે જણાવ્યું કે છોકરીઓ પુખ્ત છે અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત છે.અને પરિવારજનો પાસેથી તેમની સુરક્ષા બાબતે લેખિત આશ્વાસન લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.