વેચાણના મામલે Kia Carens આ કારને ટક્કર આપી રહી છે જાણો વિગતવાર..

ભારતીય MPV સેગમેન્ટમાં આ વર્ષે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને જાન્યુઆરી-મે 2022ના દરમિયાન, મારુતિ સુઝુકી અર્ટીગા અને XL6, Kia Carens, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા અને રેનોલ્ટ ટ્રાઈબર સહિત દેશમાં અંદાજે 138,322 MPVનું વેચાણ થયું છે. ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં ભારતીય યાત્રી વાહનોના વેચાણમાં MPVની કુલ બજાર ભાગીદારી વધીને 9.2 ટકા થઇ અને વેચાણનો આંકડો 54 ટકા વધી ગયો છે અને જ્યારે ઈન્ટ્રસ્ટીંગ વાત એ છે કે, આ વર્ષના પ્રથમ મહિનાઓમાં SUVના વેચાણમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.

અર્ટીગા અને XL6 ના કારણે મારુતિ સુઝુકીએ 55 ટકા બજાર ભાગીદારીની સાથે MPV સેગમેન્ટમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે, આ ઉપરાંત ફેબ્રુઆરી 2022માં લોન્ચ કરવામાં આવેલી Kia Carensના આંકડાઓ આશ્ચર્યચકિત કરનારા છે અને દક્ષિણ કોરિયન વાહન નિર્માતાએ લોન્ચ પછીથી Kia Carens MPV ના 23,058 યૂનિટ્સનું વેચાણ થયું છે, જ્યારે ટોયોટાની સૌથી વધુ વેચાતી ઈનોવા ક્રિસ્ટા MPVનું જાન્યુઆરીથી મે 2022 દરમિયાન 23,700 યૂનિટ્સનું કુલ વેચાણ થયું છે. બંને MPVમાં 642 યૂનિટના વેચાણનું અંતર છે અને ત્યાર બાદ 13,700 યૂનિટ્સના વેચાણ સાથે રેનો ટ્રાઈબરનો નંબર છે.

કિઆ ઈન્ડિયાના વાઈસ પ્રેસીડેન્ટ અને વેચાણ તેમજ માર્કેટિંગ પ્રમુખ હરદીપ સિંહ બરાડે કહ્યું કે, કોવિડના પછી ગ્રાહક ‘પોતાના ખર્ચના મામલામાં વધુ ઉદાર’ થઇ ગયા છે, આ જ કારણ છે કે, દેશમાં યૂટીલિટી વ્હીકલ્સ (યુવી) ના વેચાણમાં વધારો થયો છે, વર્તમાનમાં અનેક ક્ષેત્રોમાં Kia Carensના એન્ટ્રી લેવલ વેરિયન્ટ પર 1.4 વર્ષ (74-75 અઠવાડિયા) સુધી વેઇટીંગ ચાલી રહી છે અને ઓટોમેકર સેમીકંડકટર ચિપ્સની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત વધતી માંગના કારણે MPV માટે લાંબો વેઇટીંગ પીરીયડ છે.

Kia Carens ત્રણ એન્જિન વિકલ્પોની સાથે આવે છે, તેમાં 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (115bhp), 1.4L ટર્બો પેટ્રોલ એન્જિન (140bhp) અને 1.5L ડીઝલ એન્જિન (115bhp) નો વિકલ્પ મળે છે અને તેમાં 6 સ્પીડ મૈનુઅલ ગિયરબોક્સ, 7 સ્પીડ ડુઅલ-ક્લચ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટીક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.