મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના ધારાસભ્યો સાથે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યો સાથે તાજ પ્રેસિંડેંટ હોટલ પહોંચ્યા હતા. જ્યારે આજે સ્પિકર પદ માટે ચૂંટણી થવાની છે. આ તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્યોને મળવા માટે હોટલ તાજ પહોંચ્યા છે અને તેમની સાથે રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પણ પહોંચ્યા છે.
એકનાથ શિંદેના નેતૃત્લમાં મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું એક જૂથ શનિવારે એક સ્પેશિયલ વિમાનથી ગોવાથી મુંબઈ માટે રવાના થયા હતા અને ડોના પાઉલાની શાનદાર હોટલમાં ગત 29 જૂનથી અડ્ડો જમાવીને બેઠેલા શિંદે જૂથના ધારાસભ્યો બે બસમાં બેસીને ડાબોલિમ હવાઈ એરપોર્ટ પર આવ્યા હતા.
એરપોર્ટ પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ વિમાને સાંજના 7.10 કલાકે ઉડાન ભરી હતી. મુંબઈમાં હાલમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જોતા કોઈ અપ્રિય ઘટના ન ઘટે તેથી એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ ધારાસભ્યો ત્રણ જૂલાઈથી શરૂ થઈ રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસીય સત્રમાં ભાગ લે તેવી આશાઓ સેવાઈ રહી છે.
આ દરમિયન વિધાનસભામાં નવા અધ્યક્ષની પણ પસંદગી થશે અને નવનિર્મિત એકનાથ શિંદે સરકારને તેનાથી બહુમત સાબિત કરવાનો રહેશે.અને મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે બળવાખોર ધારાસભ્યો 29 જૂનના રોજ એકનાથ શિંદે સાથે ગુવાહટીથી ગોવા પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.