મેષ: આપના મનના મનોરથો અધૂરા ન રહી જાય તે માટે સક્રિય રહેવું અને નાણા ભીડ વધે, વાદ-વિવાદ ટાળવો.
વૃષભ: આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય, શાંતિનો અનુભવ કરી શકશો અને લાભની તક મળે.
મિથુન: આપના પ્રયત્નો સફળ થતા જણાય અને ગૃહજીવનના પ્રશ્નો હલ થતા લાગે, ખર્ચ-ખરીદીના પ્રસંગ બને.
કર્ક: આત્મિવિશ્વાસ અને હિંમતથી નવી રાહો બનશે અને ધીરજ વધારવી, પ્રવાસ કરવો નહીં.
સિંહ: લોભ-લાલચના પડવું નહીં, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે તેમજ નાણાકીય ચિંતા દૂર થાય.
કન્યા: માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે અને પ્રયત્નોમાં ઉત્સાહ વધારવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
તુલા: મહત્ત્વની કામગીરીને આગળ વધારી શકશો અને આરોગ્યની કાળજી લેવી, ખર્ચનો વધારો ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃશ્વિક: ધીરજ અને શાંત ચિંત્તથી આગળ વધશો તો તણાવ દૂર થશે તેમજ આરોગ્ય સારું રહેશે.
ધન: મંદ-મંદ ગતિએ તમારા સંજોગો બદલાતા જણાય અને તમારું ટેન્શન હળવું બનતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે.
મકર: ધન લાભ માટે ટૂંકા રસ્તા લેવા નહીં તેમજ કોઈનીલાગણીઓને ઠેસ પહોંચતી લાગે.
કુંભ: આવક કરતા જાવક વધતી જણાય અને ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં, પ્રવાસથી લાભ પ્રાપ્ત થાય.
મીન: કૌટુંબિક સમસ્યા સુધરતી જણાય, ચિંતાના વાદળો દૂર થતા લાગે અને તબિયતમાં સુધારો થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.