RJDના પ્રમુખ લાલુ યાદવ બેભાન થઈ જતા તેઓને આજે વહેલી સવારે ચાર વાગ્યે પટના પારસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પોતેજ ગાડી ચલાવીને લાલુને હોસ્પિટલ લઇ ગયા હતા.
મહત્વનું છે કે લાલુ યાદવ ગતરોજ રવિવારે સાંજે પોતાના ઘરની સીડીઓ પરથી પડી જતા અને તેમના ખભાનું હાડકું તૂટી જતા ઘરે જ તેમના ફેમિલી ડૉકટર દ્વારા સારવાર ચાલુ હતી.
દરમિયાન વહેલી સવારે તેઓની તબિયત વધુ બગડી હતી અને તરતજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને જ્યાં હાલ સારવાર ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.