આહવા ડાંગમાં વરસાદ થતા ત્યાં આવેલા ધોધ અને ઝરણાં જીવંત થયા…

આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે અને જેમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર આહવા-ડાંગ તેમજ સાપુતારા સોળે કળાએ ખીલ્યું છે. તથા વરસાદથી કુદરતી સૌંદર્યોને કારણે વાતાવરણમાં અદભુત દશ્યો સર્જાયા છે અને જ્યારે ડાંગ જિલ્લામાં આવેલ નાના ધોધ અને ઝરણા પણ જીવંત થયા છે અને ત્યારે અહી આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડથી કાંચનઘાટ થઈ મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર 9 કિમીના અંતરે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલો ભેગુ ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. આ ધોધની ઉંચાઈ આશરે 300 ફુટથી પણ વધુ છે અને આ ધોધની આજુબાજુ બીજા પાંચ ઝરણા વહે છે જેની ઉંચાઈ આ ધોધ કરતા પણ વધારે છે એક જ જગ્યાએ આવેલા આ ઝરણા અને ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. આ ભેગુ ધોધ ખાપરી નદીનું ઉદગમસ્થાન પણ છે. આ ધોધ પર જવા માટે મહારાષ્ટ્રના ઈરસત ગામથી નીચે તળેટીમાં ઉતરવું પડે છે અથવા તો ડાંગના કાંચનઘાટ ફોરેસ્ટ નાકા પાસેથી એકથી દોઢ કિમી ચાલીને જવુ પડે છે.

કડાણા ડેમના આસપાસ આવેલા ડુંગરાઓની હારમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠતા ધરતીમાતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાં ડુંગરોની હારમાળાઓ વચ્ચે આવેલા નદીનાથ મહાદેવનું મંદિર અને કડાણા ડેમનો નયનરમ્ય નજારો માણવા સહેલાણીઓ પ્રકૃતિપ્રેમીઓ નદીનાથ મહાદેવ મંદિરે ઉમટી પડે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.