શાળાના ૭૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીપળાના ૭૨ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી ૭૨ માં સ્થાપના દિવસની ઉજવણી

એક અલગ સંકલ્પ સાથે શાળાના સ્થાપના દિવસની અલગ રીતે ઉજવણી જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો અને આચાર્ય દ્વારા અનોખી રીતે ઉજવણી કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.પાલિતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાની સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈપાલીતાણા તાલુકાના હસ્તગીરી જૈન તીર્થમાં કુદરતી સાનિધ્યમાં આવેલ જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાના સ્થાપના દિવસની ઉજવણી શિક્ષકો અને આચાર્ય દ્વારા અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક સ્ટાફ દ્વારા શાળાના ૭૨ વર્ષ પૂર્ણ થતાં શાળાના કમ્પાઉન્ડમાં ૭૨ પીપળાના વૃક્ષ વાવીને કરવામાં આવી હતી.

આ પીપળાના વૃક્ષને ઓક્સિજન પ્લાન્ટ નામ આપી ઉછેરવા નું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે પીપળો એવું વૃક્ષ છે . જે સૌથી વધુ ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે. સાથો સાથ શાળામાં શાળા ના બાળકોના ઘરે કુલ ૭૨૦ વૃક્ષો આ વર્ષે વાવવાનું શાળા સ્ટાફ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ શાળાના શિક્ષકો ૭૨ ઇતર પુસ્તકોનું વાંચન કરશે. એક અલગ સંકલ્પ સાથે શાળાના સ્થાપના દિવસની અલગ રીતે ઉજવણી જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો અને આચાર્ય દ્વારા અનોખી રીતે ઉ જવણી કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ વૃક્ષ રોપણ કરાયું હતું .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.