દિલ્હીના ધારાસભ્યોને મળશે હવેથી ડબલ પગાર જો કે અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને છે લાખોમાં પગાર…

દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર બમણો કરવાનું બિલ પાસ થઈ ગયું છે જેથી હવે અહીંના ધારાસભ્યોને અત્યારે જે પગાર મળી રહ્યો છે તેનાથી બમણો પગાર મળશે અને ધારાસભ્યોનો પગાર 11 વર્ષથી વધ્યો ન હતો, પરંતુ હવે આ ધારાસભ્યોને 12000 રૂપિયાના બદલે 30000 રૂપિયા આપવામાં આવશે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ધારાસભ્યો, મંત્રીઓ, સ્પીકર અને એલઓપીના પગારમાં વધારો કરવા માટેનું બિલ આજે દિલ્હી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષથી ધારાસભ્યોને 12,000 રૂપિયાનો પગાર મળતો હતો અને જે હવે વધારીને 30,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે હવે તેમનો કુલ પગાર 90,000 રૂપિયા થશે.

બિલમાં દિલ્હીના ધારાસભ્યોના પગારમાં 66.67 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે અને તેના પાસ થવાને કારણે હવે દિલ્હીમાં ધારાસભ્યોને દર મહિને 90,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જે વર્તમાન 54,000 પ્રતિ મહિના કરતાં વધુ છે. જોકે, અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને લાખ્ખોનો પગાર મળી રહ્યો છે અને જેમાં,
તેલંગાણાના ધારાસભ્યોને સૌથી વધુ 2,50,000 રૂપિયાનો પગાર મળે છે. જ્યારે ઉત્તર પ્રદેશ – રૂ. 2,10,000; ગુજરાત રૂ. 1,16,000; બિહારના ધારાસભ્યોને રૂ. 1,14,000; પંજાબના ધારાસભ્યો રૂ.84,000; ઓડિશાના ધારાસભ્યનો પગાર 1,00,000 રૂપિયા છે. તે જ સમયે, રાજસ્થાનના ધારાસભ્યનો પગાર 1,42,000 રૂપિયા છે; આંધ્રપ્રદેશના ધારાસભ્ય રૂ. 1,75,000; તમિલનાડુના ધારાસભ્ય રૂ. 1,05,0000; ગોવાના ધારાસભ્ય રૂ. 1,99,000; મધ્યપ્રદેશના ધારાસભ્ય રૂ. 1,10,0000; છત્તીસગઢના ધારાસભ્ય રૂ.80,000; કર્ણાટકના ધારાસભ્યોને રૂ. 1,65,000; પશ્ચિમ બંગાળના ધારાસભ્ય રૂ 81,800; હિમાચલ પ્રદેશના ધારાસભ્ય રૂ. 1,90,000; ઉત્તરાખંડના ધારાસભ્યને 2,04,00 રૂપિયા અને હરિયાણાના ધારાસભ્યને 1,55,000 રૂપિયા પગાર મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.