સુરત જીલ્લાના પલસાણાના તાલુકાના દસ્તાન ગામ પાસે બાઈક પર જતા આધેડ અને યુવાનને બાઈક ઓવરટેક કરવા મુદ્દે કાર ચાલકોએ માર મારવાની ઘટના બની હતી. જે મારામારીમાં આધેડ અને યુવાનને ઈજાઓ પહોચી હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તો પલસાણા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દસ્તાનની જેકે લક્ષ્મી સિમેન્ટના પ્લાન્ટમાં કામ કરતા એન્જિનિયર અને પટ્ટાવાળો નોકરીએથી છૂટી મોટરસાઈકલ પર પોતાના ઘરે જતા હતા જે દરમિયાન દસ્તાન ફાટક નજીકના ખાડીના પુલ પર સામેથી આવતી એક કાર ચાલક સાથે સામાન્ય બોલાચાલી થતા કાર ચાલક અને કારમાં બેઠેલા ઈસમોએ મોટરસાયકલ બને ઈસમો પર લાકડી લઈ તૂટી પડતા એકને ફ્રેક્ચર કરી નાખ્યું હતું પલસાણા પોલીસે ઘટના અંગે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર બારડોલી ખોડિયારનગર કેશરકુંજ સોસાયટીની બાજુમાં રહેતા રોશનકુમાર રજનીકાંત પ્રજાપતિ (28) છેલ્લા ત્રણ વર્ષથી પલસાણાના દસ્તાન ગામે આવેલ જે.કે.લક્ષ્મી સિમેન્ટના પ્લાન્ટમાં આઈ.ટી વિભાગમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે ગત 2 જુલાઈના શનિવારના રોજ મોડી સાંજે નોકરીએથી છૂટી મોટરસાઇકલ GJ 26 E 1113 પર પોતાના ઘરે બારડોલી આવી રહ્યા હતા. મોટરસાયકલ પર પાછળ રોશનભાઈ સાથે કામ કરતા પટ્ટાવાળા રજનીકાંત ભંડારી પણ બેઠા હતા દાસ્તાન ફાટક પાસે ખાડીના પુલ પર ક્રિએટા કાર ચાલક સાથે સામાન્ય બોલાચાલી થતા કારના ચાલક “હું ભરવાડ છું તું તારા રસ્તે જા એમ કહી” કારમાં રાખેલા લાકડા વડે રોશન કુમાર પર તૂટી પડ્યો પાછળ બેઠેલા રજનીકાંત ભંડારી રોકવા જતા કારમાં બેઠેલા અન્ય ત્રણ ઈસમો ઉતરી રજનીકાંત ભંડારી પર પણ તૂટી પડી ધિકમુક્કાનો માર માર્યો હતો. રોશન કુમારે મિલમાં ફોન કરતા મિલના અન્ય કર્મચારી દર્શન પટેલ આવી બને ઇજા ગ્રસ્તોને સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રોશન કુમારને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું ઘટના અંગે રોશન કુમારે પલસાણા પોલીસ મથકમાં કાર ચાલક અને કાર સવાર કુલ 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.