મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય અને સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું.
વૃષભ: કોઇ દૂરાગ્રહ ન રાખવો અને સંજોગો સાથે સૂમેળ સાધીને ચાલવાથી લાભ મળે અને આરોગ્ય સાચવવું ..
મિથુન: પ્રવાસ કરવાથી મિલન મુલાકાતના સંજોગો બને અને યોગ્ય તકોનો ઉપયોગ કરવો, આરોગ્ય સાચવવું.
કર્ક: સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ બને અને શત્રુઓ પાછા પડતા જણાય.
સિંહ: મનના મનોરથો પૂર્ણ થતા જણાય, કાર્યક્ષેત્રમાં અડીખમ ઉભા રહેવા સંઘર્ષ કરવો પડે અને વાદ-વિવાદથી બચવું.
કન્યા: કાર્યક્ષેત્રમાં આપો આપ જ પ્રગતિકારક સંજોગો જણાય અને મિત્ર-સંબંધીથી મદદ મળતી જણાય.
તુલા: ધીરજની કસોટી થતી લાગે, આવક કરતા જાવક વધે નહીં તેની કાળજી રાખવી અને ગૃહજીવનમાં સંવાદિતા ટાળવી.
વૃશ્વિક: કામકાજનો બોજો હળવો થતો જણાય, સામાજિક કાર્યોમાં લાભના સંજોગો બને અને સ્નેહીથી મતભેદ ટાળવો.
ધન: અણધારી તકો આવી જતા તમારા ધાર્યા પરિણામો મળતા જણાય અને મિત્ર-સ્નેહીથી મુલાકાત બને.
મકર: મનની મૂંઝવણો દૂર થતી જણાય અને સ્વજનને મળવાની તકો મળે, તબિયત સાચવવી.
કુંભ: અગત્યના પ્રશ્નોનો હલ થતો લાગે, વધુ એકાગ્રતા પૂર્ણ પ્રયત્નો કરવા જરૂરી અને કાર્ય સફળતા મળે.
મીન: આપની નોકરી કે સંપત્તિના કામકાજોને ઉકેલી શકશો અને સ્નેહીથી મુલાકાતના યોગ બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.