ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે AAP ભાજપની B ટીમ છે: શક્તિસિંહ ગોહિલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઇ છે અને તેમાં પણ આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.કારણ કે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ મો઼ડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શિક્ષણ, મેડિકલ, વીજળી સહિતની સુવિધાઓને રાહત દરે આપવાની યોજના સાથે મેદાને ઉતર્યુ છે અને ત્યારે આમ આદમી પાર્ટીની સક્રિયતા જોઇને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મહત્વનું નિવેદન આપી દીધુ.

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સ્પર્ધા છે અને ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ક્યારેય ચાલતો નથી.આપ એ ભાજપની બી ટીમ છે તેમ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું.. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિય ભૂમિકા જોઇને શક્તિસિંહ ગોહિલે વધુમાં એમ પણ જણાવ્યું કે ગોવામાં આપ આ રીતે જ ગયુ હતું પરંતુ એકાદ બે સીટ કરતા ડિપોઝિટ પણ ન બચાવી શક્યા અને ગોવામાં ભાજપને ફાયદો કરાવી દીધો. ગોવાની જનતા ભાજપને સત્તામાં ન્હોતી ઇચ્છતી. માત્ર થો઼ડા જ સમયમાં પંજાબના લોકોએ જોયુ કે અમે ભૂલ કરી છે. ગુજરાતના લોકો ક્યારેય પણ ત્રીજા પક્ષને મત આપીને નિર્ણાયક પરિસ્થિતિને પલટાવી નથી.

તો આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ CM પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા કરી હત.તે મામલે પણ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું કે ચૂંટઁણીમાં જીત પછી મુખ્યમંત્રી નક્કી થાય તેવી કોંગ્રેસની પરંપરા છે. બહુમતી ધારસભ્યો મુખ્યમંત્રી પસંદ કરે છે અને મુખ્યમંત્રી માટે કોંગ્રેસની પારદર્શક પરંપરા છે.

તો આ તરફ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવીને ત્રિપાંખીયો જંગ કરવાનું એલાન કરનારા આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે અને જેમાં મુદ્દો છે કે, જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી ? આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હવેથી તેઓ દર અઠવાડિયે ગુજરાત આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.