સુરતના ગોડાદરા વિસ્તારમાં રાધેશ્યામ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના બાળકો ગાજાનું સેવન કરતા હતા. સુરતઃ સુરતમાં (surat)જે રીતે જાહેરમાં ગાંજાનું (cannabis)વેચાણ થઇ રહ્યું છે. તેને પગલે આ નશાના રવાડે હવે સ્કૂલના (school) વિધાર્થી (Students)ચડી રહ્યા છે. ત્યારે એક જાગૃત નાગરિકે આ વિડીયો (video)ઉતારી સોશિયલ મીડિયામાં (social media)વાયરલ (viral) કર્યો છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રાધેશ્યામ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના બાળકો ગાજાનું સેવન કરતા હતા. તે વાત નજીકમાં રહેલા એક યુવકને ખબર પડતાં આ યુવકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી. જેમાં 12થી 15 વર્ષના બાળકો સ્કૂલ યુનિફોર્મમાં સિગરેટમાં ગાંજો ભરીને પિતા જોવા મળ્યા હતા.
જોકે જે રીતે સિગરેટના કસ મારતા હતા તે જોઈને ભલા ભલા ચોકી ઉઠે 3 બાળકોનો આ વિડીયો સોશલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેને પગલે આવા બાળકો નહીં બગડે અને અન્ય બાળકોના પરિવાર આ ઘટનાની જાણકારી મળે તે માટે ખાસ આ વિડીયો વાઇરલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.