ગુજરાત રાજ્યમાં એકવાર ફરી સ્ટેટ જીએસટી વિભાગની ટીમ સક્રિય થઇ છે અને બોગસ બિલિંગ બનાવીને ખોટી રીતે વેરા શાખ લઈને લાખો – કરોડોની કરચોરી કરતી સૌરાષ્ટ્રની 21 સહિત રાજ્યની કુલ 41 પેઢીઓ પર સ્ટેટ GSTની ટીમે દરોડા પાડ્યા છે.
ગઇકાલ સાંજથી જ રાજ્યમાં GST વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રાત્રિના મોડેક સુધી ચાલુ રહી હતી અને આ કાર્યવાહી દરમિયાન કરોડોની કરચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. GST વિભાગે રૂપિયા 62.78 કરોડના બોગસ વ્યવહારો ઝડપ્યા છે.રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં જુદા-જુદા વેપાર-ઉધોગની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગનાં સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજકોટમાં છ પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જ્યારે જામનગરમાંથી વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે, વૈભવ ઇન્ડસ્ટ્રીઝે 19 બોગસ પેઢીઓ સાથે કરોડોના સોદા કર્યા હતા. ત્યારે વૈભવ ઇન્ડસ્ટ્રીઝના બોગસ વ્યવહારોના કારણે તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને મહત્વનું છે કે, રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ અનેક વાર કાર્યવાહી કરતું હોવા છતાં બોગસ બિલિંગ થકી કરચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.