ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ NDRFની કુલ 9 ટીમો તૈનાત કરી દેવાઇ છે.
રાજ્યમાં સોમનાથમાં 1, નવસારીમાં 1, બનાસકાંઠામાં 1 ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો બીજી બાજુ વલસાડમાં પણ 1 અને સુરતમાં 1 ભાવનગરમાં 1, કચ્છમાં 1 NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે જ્યારે રાજકોટમાં 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે અને પોરબંદરમાં 1 SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં 11 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.