ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટના કારણે જ લાઈમ લાઈટમાં નથી રહેતી પરંતુ પોતાના નિડર સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચાનો વિષય બની રહે છે અને બુલંદ ઈરાદાવાળી ઉર્ફી જાવેદ પોતાના વિચારો લોકો સમક્ષ મૂકતા સહેજ પણ ડરતી નથી પછી ઉર્ફીએ તેના માટે ટ્રોલ પણ કેમ ના થવું પડે. ઉર્ફીએ હાલમાં ઉદેપુરમાં કનૈયાલાલ હત્યાકાંડની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને તેણે પોતાની ઈન્સ્ટા પોસ્ટ દ્વારા સૌને પોતાના વિચારો અંગે જણાવ્યું હતું.
તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે અલ્લાહે ધર્મના નામે આવી બર્બરતાને મંજૂરી આપી નથી અને ઉર્ફીનું આવું લખવા પછીથી તેની પર લોકોની ધમકીઓ અને ગંદી ગંદી કોમેન્ટો આવવાનું શરૂ થઈ ગયું હતું. એક યુઝરના મેસેજનો સ્ક્રીન શોટ ઉર્ફી જાવેદે પોતાની સ્ટોરીમાં શેર પણ કર્યો છે અને આ વ્યક્તિ વિરુદ્ધ ઉર્ફી એક્શન પણ લેવાની છે. ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે તે મુંબઈ પોલીસને આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરશે.
આ યુઝરે ઉર્ફીને ગાળો ભરેલો મેસેજ કર્યો છે. તેણે તેને ચૂડેલ કહી છે અને યુઝરે લખ્યું છે- પોતાનું મોં બંધ કર ચૂડેલ, તને શું ખબર ઈસ્લામ શું છે. અમારા નબીની શાનમાં કોઈ ગુસ્તાકી કરે અને અમે તેને કેવી રીતે છોડી દઈએ અને આ વ્યક્તિના મેસેજે ઉર્ફીનો પારો હાઈ કરી દીધો છે.
આ સિવાય ઉર્ફી બીજા કારણના લીધે પણ ચર્ચામાં જોવા મળી રહી છે. તે મોસ્ટ સર્ચ્ડ એશિયન વર્લ્ડવાઈડમાં 57મા નંબર પર આવી છે. આ લિસ્ટમાં આવીને ઉર્ફીએ જ્હાન્વી કપૂર, કિયારા અડવાણી, કંગના રણૌત જેવી મોટી પર્સનાલિટીને પછાડી દીધી છે અને આ સિવાય ઉર્ફીની ફેશન સેન્સના વખાણ આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનરો પણ કરતા જોવા મળ્યા છે. ઉર્ફી ઓટીટી પર રીલિઝ થયેલા બિગ બોસ પછીથી લોકોમાં જાણીતી બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.