સુરતના વરાછાના હીરાબાગ વિસ્તારમાં રહેતા એન્જિનિયરને એક ઠગ બરોબર મૂર્ખ બનાવી ગયો હતો અને વાત એવી હતી કે શેરબજારમાં ટીપ્સ આપીને વધારે પ્રોફિટ કરવાની લાલચ આપી ઠગે હીરાબાગના એન્જિનિયર પાસે અલગ અલગ ચાર્જના બહાને રૂા.15.86 લાખ સેરવી લીધા હતા અને આ અંગે ફરિયાદ થતા સુરતની સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશથી ઠગ ટોળકીને પકડી પાડી હતી અને પોલીસે ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ વરાછા હીરાબાગ પાસે પૂર્વી સોસાયટીમાં રહેતા કિશન કનુભાઇ સુહાગીયા અંકલેશ્વરમાં અમલ લિમિટેડ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને તેઓને અજાણ્યાએ ફોન કરીને શેરબજારની ટીપ્સ આપવા માટે કહ્યું હતું. શરૂઆતમાં અજાણ્યાઓએ આપેલી બે ટીપ્સમાં એકમાં નફો થયો હતો અને બીજામાં નુકસાન થયું હતું. દરમિયાન કિશને કંપનીમાં રજીસ્ટ્રેશન કરવાનું કહેતા શરૂઆતમાં અજાણ્યાઓએ 3 હજાર ત્યારબાદ અલગ અલગ ચાર્જીસના બહાને રૂપિયા પડાવી લીધા હતા.
ત્યારબાદ તેઓએ દોઢ લાખની સર્વિસમાં સાડા ત્રણ લાખ રૂપિયા આપવાનું કહીને અલગ અલગ ચાર્જના નામે રૂા.15.86 લાખ પડાવી લીધા હતા આ અંગે કિશને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન કિશનભાઇ ઉપર જે મોબાઇલથી ફોન આવ્યા હતા. તેનું લોકેશન મેળવીને સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશથી રાહુલ વાસુદેવ બોદડે, લોકેન્દ્ર તેજસીંગ રાજપુત તેમજ જિતેન રામપ્રસાદ આકોડેને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓના કોરોના રિપોર્ટ કરાવતા તે નેગેટિવ આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.