Realme એ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે અને એમ તો આ સ્માર્ટફોન નવો નથી પણ Realme GT Neo 3 નું Thor: Love and Thunder એડિશન છે. આ એક સ્પેશિયલ એડિશન સ્માર્ટફોન છે, જેના બોક્સમાં તમને Thor: Love and Thunder બેઝ્ડ પીન અને કાર્ડ્સ મળશે, કંપનીએ આ ફોનને ભારતમાં માત્ર એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યું છે.
આ સ્માર્ટફોનમાં પણ તમને એ જ ફીચર્સ મળે છે અને જે Realme GT Neo 3માં આપવામાં આવ્યા છે. હેન્ડસેટ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 150W ની ફાસ્ટ ચાર્જિંગ અને 12 GB RAM ની સાથે આવે છે.સ્માર્ટફોન માત્ર એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ થયો છે અને આના 12GB RAM + 256 GB સ્ટોરેજ વેરિયન્ટને તમે 42,999 રૂપિયામાં ખરીદી શકો છો. હેન્ડસેટ નાઈટ્રો બ્લૂ કલરમાં આવે છે.
આ ડિવાઈસને યૂઝર્સ 13 જુલાઈથી ખરીદી શકશે. હાલમાં તમે ડિવાઈસને Realmeની ઓફિશિયલ વેબસાઈટથી પ્રી-ઓર્ડર કરી શકો છો અને લોન્ચ ઓફરની વાત કરીએ તો, આના પર 3,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પ્રીપેડ પેમેન્ટ પણ મળશે અને સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો, આમાં Realme GT Neo 3ના વેનિલા વર્ઝનના જ ફીચર્સ મળે છે અને સ્માર્ટફોન 6.7 ઇન્ચ AMOLED ડિસ્પ્લેની સાથે આવે છે, જે Full HD+ રેઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે.
ફોનમાં MediaTek Dimensity 8100 પ્રોસેસર આપવામાં આવ્યો છે, જે 12GB RAM સાથે આવે છે, તેમાં 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળે છે અને ડિવાઈસને પાવર આપવા માટે 4500 mAhની બેટરી આપવામાં આવી છે, જે 150W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને સ્માર્ટફોનને તમે 17 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકો છો, આમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે અને જેનો મેન લેન્સ 50MP નો છે. આ ઉપરાંત 8MP નો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 2MP નો માઈક્રો લેન્સ મળે છે.ફ્રન્ટમાં કંપનીએ 16MP નો સેલ્ફી કેમેરા આપ્યો છે. ડિવાઈસ એન્ડ્રોઈડ 12 પર બેઝ્ડ Realme UI 3.0 પર કામ કરે છે અને આ બધા ફીચર્સ ઉપરાંત Thor: Love and Thunder એડિશનમાં યૂઝર્સને થીમ્ડ કાર્ડ, વોલપેપર, સ્ટીકર્સ, મેડલ અને સિમ કાર્ડ ટ્રે મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.