સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું તેમજ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી અને બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી અને બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો.
હાર્દિક પંડ્યાએ બેટિંગ દરમિયાન 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ત્યારબાદ ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન એક જ ઓવરમાં બે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. 5મી ઓવરના બીજા બોલ પર હાર્દિકે ડેવિડ મલાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે જ સમયે ઓવરના છેલ્લા બોલ પર લિયામ લિવિંગસ્ટોન દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો અને આ પછી 7મી ઓવરમાં તેણે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો અને જેસન રોયને પણ પેવેલિયન મોકલી દીધો.
ભારત માટે નંબર-3 પર બેટિંગ કરવા આવેલો દીપક હુડ્ડાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 33 રન કર્યા. આ દરમિયાન તેમના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા. જે રીતે દીપક રમી રહ્યો હતો જેમાં એવું લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમશે. પરંતુ ટાઈમલ મિલ્સે તેને ક્રિસ જોર્ડનના હાથે કેચ આપીને પેવેલિયન પરત ફર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.