રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 18 તાલુકાઓમાં 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના બાકીના 69 તાલુકાઓમાં 1થી 3 ઈંચ વરસાદ પડ્યો છે. તથા રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 23.49 ટકા થયો છે. તેમજ જામકંડોરણામાં 8 ઈંચ, કપરાડામાં 8 ઈંચ અને વાપીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખેરગામમાં 6 ઈંચ, ધરમપુરમાં 5.5 ઈંચ વરસાદ, પારડીમાં 5 ઈંચ, ઉપલેટા અને માંડવીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તથા રાજ્યના છેલ્લા 24 કલાકમા ૩૩ જિલ્લાના 228 તાલુકામા વરસાદ ખાબક્યો છે તેમજ રાજકોટના જામકંડોરણા તાલુકામા સૌથી વધુ 8 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તથા વલસાડના કપરાડા તાલુકામા 8 ઈંચ વરસાદ, વલસાડના વાપી તાલુકામા 6 ઈંચથી વધુ વરસાદ છે.
તેમજ નવસારીના ખેરગામ તાલુકામા પોણા છ ઈંચ વરસાદ, વલસાડના ધરમપુર તાલુકામા 5.5 ઈંચ વરસાદ, વલસાડના પારડી તાલુકામા 5 ઈંચ વરસાદ તથા રાજકોટના ઉપલેટા તથા કચ્છના માંડવી તાલુકામા 4 ઈંચથી વધુ વરસાદ તથા રાજ્યના 18 તાલુકાઓમા ૩થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 69 તાલુકાઓમા 1થી ૩ ઈંચ વરસાદ સાથે રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 23.49 ટકા થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 07 થી 11 સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તા. 11મી જુલાઇ દરમ્યાન કચ્છમાં ભારે વરસાદની સંભાવના પણ દર્શાવાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.