કોંગેસના આ સાંસદની 1.5 લાખની કિંમતની પેન ખોવાઈ,પોલીસને નોંધાવી ફરિયાદ જાણો કોણ છે આ સાંસદ??

વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાના એક કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસી સાંસદે પોતાની કિંમતી પેન ગુમાવી દીધી. આ પેનની કિંમત 1.5 લાખ રૂપિયા છે. કોંગ્રેસી સાંસદ તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાયા બાદ CCTV ફૂટેજની તપાસ થઈ શકે છે. કન્યાકુમારીના કોંગ્રેસના સાંસદ વિજય વસંત અત્યારે પણ પોતાની અણમોલ પેન પાછી મેળવવાની રાહ જોઈ રહ્યા છે અને જે તેમણે ચેન્નાઈમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાના એક કાર્યક્રમ દરમિયાન ગુમાવી દીધી.

તેઓ 1.5 લાખ રૂપિયાની મોન્ટબ્લેન્ક પેનને અણમોલ માને છે જે તેમના દિવંગત પિતા અને કન્યાકુમારીના પૂર્વ સંસદ એચ. વસંતકુમાર પાસે વારસામાં મળી છે. વિજય વસંતે કહ્યું કે, પિતા તેનો ઉપયોગ કરતા હતા અને તેમના નિધન બાદ મેં આ પેનનો ઉપયોગ કર્યો છે. તેને ઉપયોગ કરતા હવે લગભગ 2 વર્ષ થઈ ગયા છે અને કાર્યક્રમ દરમિયાન માત્ર પાર્ટીના નેતા અને કાર્યકર્તા સાથે સાથે સહયોગી પાર્ટીના નેતા અને કાર્યકર્તા જ હૉટલમાં ઉપસ્થિત હતા, જ્યારે તેમની પેન ગાયબ થઈ.

તેમણે કહ્યું કે, તેનાથી એ સુનિશ્ચિત થઈ જાય છે કે પેન ચોરી થઈ નહોતી, પરંતુ ગાયબ કરવામાં આવી છે. તેમને વિશ્વાસ છે કે પોલીસ જલદી જ તેને મેળવી લેશે. વસંતે અહી મીડિયાકર્મીઓને જણાવ્યું કે, વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાના મતદાન માટે ચેન્નાઈ પહોંચવા દરમિયાન કાર્યક્રમમાં પેન ગાયબ થયા બાદ તેમણે મંગળવારે 5 જુલાઇના રોજ ગિંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ગિંડીમાં હૉટલમાં ભારે ભીડ હતી અને યાદ છે કે હૉટલમાં પ્રવેશ કરતી વખત તેમના ખિસ્સામાં પેન હતી, પરંતુ બહાર આવવા પર તેમને જોયું કે તે પેન તેમના ખિસ્સામાં નહોતી.

કન્યાકુમારીના સાંસદ વિજયે તાત્કાલિક હૉટલના અધિકારીઓને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, પેન મારા માટે ખાસ હતી કેમ કે, તે મારા દિવંગત પિતા પાસે વારસામાં મળી હતી. મને વિશ્વાસ છે કે પેન ગિંડી હૉટલમાં ખોવાઈ છે તેમજ હોટલમાં તેમણે મને સૂચિત કર્યો કે, તેઓ ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ CCTV ફૂટેજની તપાસ કરી શકે છે અને વિજયે કહ્યું કે, તેમણે માત્ર એક પેન ગુમ થવાની ફરિયાદ કરી હતી અને ક્યારેય ફરિયાદમાં એમ કહ્યું નથી કે, પેન ચોરી થઈ ગઈ હતી, જેમ કે કેટલાક વર્ગો દ્વારા કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.