સુરત જીલ્લાની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીએ જેલની બેરેકમાં ટુવાલ બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જેની જાણ જેલ તંત્રને થતા તંત્ત્ર દોડતું થયું હતું અને કેદીને યોગ્ય સારવાર મળી રહે તે માટે તેને સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ત્રણ મહિના અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો અને હાલ લાજપોર જેલમાં સજા ભોગવી રહેલો કાચા કામનો કેદી સંદીપ મિશ્રાએ પોતાની બેરેકમાં દરવાજા સાથે ટુવાલ બાંધીને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેની જાણ જેલ તંત્રને થતા કેદીને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
ત્રણ મહિના પહેલા ચોરીના ગુનામાં પકડાયેલો અને હાલ લાજપોર જેલમાં કારાવાસ ભોગવી રહેલા કેદીને પોતાના જેલવાસ દરમિયાન પરિવારની યાદ આવતા તણાવમાં આવીને આ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.