સોશ્યલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની પરેશાનીઓ વધતી નજર આવી રહી છે. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની ધરપકડ કરી શકે છે અને અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્રના મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી પડી છે.
આપને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કૈડરની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહ મંત્રી અમિતશાહ સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે અને સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે.
અવિનાશ દાસે આ બધા મુદ્દે સેશન કોર્ટ સામે અગ્નિમ જમાનતની અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્નિમ જમાનતની અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી હતી અને ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે.
ગુજરાતમાં નોંધાયેલા આ કેસમાં ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની જમાનત નકારવામાં આવી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્ટીવ થઇ છે અને ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.