વડોદરા પાસે આવેલા રાજપીપળા સ્ટેટના ગે યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલે લગ્ન કર્યા છે અને દેશના પ્રથમ ગે પ્રિન્સના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે અમેરિકામાં 6 જુલાઈ 2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે કોલંબસ ઑહીઓના ચર્ચમાં લગ્ન કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસનના ફેસબૂક પેજ પર લગ્નના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે તેમજ માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસન ઘણા વર્ષોથી સાથે રહે છે. હાલ મેરેજ રિન્યુઅલ કર્યા હોવાની વાત ડી એન્ડ્રુ રિચાર્ડસનએ સોસીયલ મીડિયામાં શેર કરી હતી અને ફોટોગ્રાફ્સ અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોતા તેમના લગ્નના પુરાવા દેખાય રહ્યા છે. જોકે અસ્મિતા ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.