આલિયા ભટ્ટે આ વ્યક્તિને પ્રેમ કરતી હોવાનો કરણ જોહર સામે કર્યો ખુલાસો..

કરણ જોહરના ચેટ શૉ ‘કોફી વિથ કરણ’ની શરુઆત થઇ ગઈ છે. શૉની સાતમી સીઝન આ વખતે Disney + Hotstar પર સ્ટ્રીમ કરવામાં આવી છે, જે ખૂબ જ શાનદાર રહી હતી અને શૉમાં પહેલા મહેમાન તરીકે આવનારી ફિલ્મ ‘રૉકી અને રાણીની પ્રેમ કહાની’ની જોડી આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આવ્યા હતા.

શૉમાં બંનેએ કરણના ચટપટા સવાલોના મજેદાર જવાબો આપી દર્શકોના દિલ જીતી લીધા હતા. બંનેએ લગ્ન પછી પોતાના જીવન, મિત્રતા, પ્રપોઝલ, અને સેક્સ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી અને મજેદાર વાત એ હતી કે શૉના પહેલા જ એપિસોડમાં આલિયાએ જણાવ્યું કે તે તેના પતિ અભિનેતા રણબીર કપૂરની બધી જ એક્સ ગર્લફ્રેન્ડ સાથે સારી મિત્રતા ધરાવે છે.

રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન હોસ્ટ કરણ જોહરે આલિયાને પૂછ્યું કે કયું ટાઇટલ તેને સૌથી વધારે સારું લાગશે : ‘How To Best Friends With Your Ex’ અને How To Be Friend With You Boyfriend.’ આલિયાએ બીજો વિકલ્પ પસંદ કર્યો અને કહ્યું, ‘હું અને મારા પતિની એક્સ બંને સારી બહેનપણીઓ છે અને હું એ બંનેને પ્રેમ કરું છું અને તેઓ પણ કરે છે અને જોકે, બીજી પણ છે પરંતુ હું તેમને ઓળખતી નથી.

આલિયાને ડેટ કરવા પહેલા, રણબીર દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથે રિલેશનશિપમાં હતો અને રેપિડ ફાયર રાઉન્ડમાં કરણના સવાલોના જવાબ આપતા આલિયાએ કોઈકનું નામ ન લીધું પરંતુ, તેણે ચોખ્ખું કહ્યું કે તે રણબીરની એક્સ દીપિકા-કૈટરીના વિશે વાત કરી રહી હતી.

કરણના શૉમાં આલિયાએ જે કંઈપણ કહ્યું એ સાચું પણ છે કારણ કે એવા કેટલાય પ્રસંગોએ આલિયા કેટરીના સાથે ખાસ બોન્ડ શેર કરતા જોવા મળી છે, અને કેટલીક જગ્યાએ આલિયા, દીપિકાની પણ પ્રસંશા કરતી જોવા મળી છે અને આવનાર દિવસોમાં આલિયા અને કેટરીના ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જી લે જરા’માં એક સાથે કામ કરતા જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.