ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20 ભારતીય ટીમ જીતી ગઇ તો જીતની આ પટકથા વચ્ચે કઈક એવુ પણ થયુ જે કદાચ ના થવાનુ હતુ અને ખાસ કરીને જ્યારે ખેલાડી ભારતથી દૂર કોઈ બીજા દેશમાં ક્રિકેટ રમી રહ્યાં હોય. પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની શરમજનક હરકત ઈંગ્લેન્ડના એજબેસ્ટનમાંથી સામે આવી છે. તેઓ એકબીજાને અપશબ્દો કહી રહ્યાં છે. ટેકનિક ના હોત તો કદાચ છુપાઈ જાત કારણકે મેદાન પર કોણ કોને શું કહી રહ્યું છે, તે શું ખબર. પરંતુ આજના સમયમાં જ્યારે ટેકનિક આટલી એડવાન્સ થઇ ગઇ છે, મેદાન પર થયેલી વસ્તુઓની પોલ ખુલતા ક્યા વાર લાગે છે અને આવુ કઈક ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20માં પણ થયુ. ભારતીય ટીમના ખેલાડીઓના અપશબ્દોના અવાજને સ્ટમ્પ માઈકે રેકોર્ડ કરી લીધા.
ખરેખર, આ ઘટના ત્યારની છે, જ્યારે ભારતીય ટીમ બોલિંગ અને ઈંગ્લેન્ડ બેટીંગ કરી રહી હતી. ઈંગ્લેન્ડની ઈનિંગની ચોથી ઓવર ચાલતી હતી અને હાર્દિક પંડ્યા બોલિંગ નાખતા હતા અને ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન 10 બોલમાં 8 રન અને લિવિંગ્સ્ટન 8 બોલમાં 15 રન બનાવી રમી રહ્યાં હતા.
હાર્દિક પંડ્યાની આ ઓવર દરમ્યાન રોહિત શર્માનો અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થયો. જેમાં તેઓ અપશબ્દો બોલી રહ્યાં હતા. જો કે, તેમના અપશબ્દો કયા ખેલાડી માટે હતા તે હજી સ્પષ્ટ થયુ નથી. પરંતુ આ મેચના દબાણનો અંદાજ લગાવી શકાય છે. આ દબાણ એટલે પણ હતુ. કારણકે ભારતીય ટીમે જે સ્કોર બનાવ્યો હતો તે ઈંગ્લેન્ડની બેટીંગ લાઇન-અપને જોઇને એટલો વધારે ન હતો અને બીજી તરફ પહેલી ટી-20માં 4 વિકેટ લેનારા હાર્દિક પંડ્યા થોડા દિશાહીન થઇ ગયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.