છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 243 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને જેમાં દેડીયાપાડામાં 22 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 17 ઈંચ, સાગબારામાં 17 ઈંચ વરસાદ, કપરાડામાં 16 ઈંચ, જાંબુઘોડામાં 15.5 ઈંચ વરસાદ તથા ગરુડેશ્વરમાં 15 ઈંચ, નાંનોદમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે.
આહવામાં 13 ઈંચ વરસાદ પડ્યો ઉલ્લેખનીય છે કે આહવામાં 13 ઈંચ, સુબિરમાં 12 ઈંચ વરસાદ, ધરમપુરમાં 10 ઈંચ, ગોધરામાં 10 ઈંચ વરસાદ, ઉચ્છલમાં 10 ઈંચ, સોનગઢમાં 9 ઈંચ વરસાદ, માંગરોળમાં 8 ઈંચ,સંખેડામાં 7.5 ઈંચ વરસાદ તથા ઉમરગામમાં 7.5 ઈચ, ડાંગમાં 7 ઈંચ વરસાદ તેમજ નસવાડીમાં 7 ઈંચ, વાપીમાં 7 ઈંચ વરસાદ તથા વલસાડ, પારડી અને બોડેલીમાં 5 ઈંચ વરસાદ વાંસદા, જોડિયા અને કોટડા સાંઘાણી 5 ઈંચ વરસાદ પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.