ગુજરાતની આ 5 કંપનીએ બેન્કોના 4,495 કરોડ રૂપિયા ખંખેરી લીધા, મસમોટું કૌભાંડ આવ્યું બહાર

મુંબઇ સીબીઆઇમાં છેલ્લા સાત મહિનામાં ગુજરાતની પાંચ મોટી કંપનીઓ સામે બેન્ક લોન કૌભાડમાં એફઆઇઆર દાખલ થઈ છે. એફઆઇઆર મુજબ પાંચેય કંપનીઓનો લોનનો આંકડો રૂ.4,495 કરોડ થવા જાય છે. અમદાવાદા,વડોદરા,સેલવાસા,સુરત ,ભીલાડની આ પાંચેય કંપનીના માલિકોએ સરકારી બેન્કોના રૂ.4,495 કરોડ ખંખેરી લીધા છે. મંગળવારે સીબીઆઇની ટીમે અમદાવાદમાં આર્ડાર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની એસ.જી.હાઇવે પર આવેલી ઓફિસ અને પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા હેરિટેજ ક્રિસેન્ટ ફ્લેટમાં દરોડા પાડયા હતા. સીબીઆઇની ટીમ પહાંચે તે પહેલાં કંપનીના માલિકો ફેનિલ શાહ અને ભરત શાહ ઓફિસ અને ફ્લેટ વેચીને ભાગી ગયા છે.

મુંબઇ સીબીઆઇએ ભીલાડમાં ઉત્પાદનનું કામ કરતી અને સેલવાસમાં યુનિટ ધરાવતી એસ્કે કેનિટ ઇન્ડિયા લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટરો નવીન તયાલ, નરેશ ચંન્દ્ર શર્મા, પ્રવીણ તયાલ સહિત અન્યો સામે ઇન્ડિયન ઓવરસિઝ બેન્કમાંથી રૂ.70 કરોડની લોન અને ક્રેડિટ ફેસિલિટીના દુરુપયોગ કરવાનો ગુનો નાંધ્યો છે.

સુરતની વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડના ડાયેરક્ટરો અને પ્રમોટરો જતીન મહેતા, રમેશ પરીખ, હરીશકુમાર મહેતા (રહે,ઘુમા ગામ ,અમદાવાદ) જયકુમાર કપૂર, હરિમોહન નામદેવ (રહે,ચાંદલોડિયા, અમદાવાદ) સામે એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે રૂ.107 કરોડની લોન લઈને ચુકવણા નહીં કરવા બદલ ગુનો દાખલ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.