ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ફરી એક વખત બંધ થઈ ગયો છે સોમેત નદીનું પાણી રોડ પર આવતા બંધ થઈ ગયો છે જેમાં પેઢાવાડા ગામ નજીક રોડ પર પાણીથી હાઇવે બંધ થઈ ગયો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે અને ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બીજી બાજુ અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી આપદાને લીધે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આ્યું છે અને 511 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટીએ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે અને કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે પણ બંધ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.