2017 બાદ ફરીથી આવ્યો જોકર વાયરસ , ગૂગલે બેન કરી દીધી આ 4 એપ્સ જાણો વધુ વિગતવાર…..

જોકર મેલવેયર વિશે તો તમને ખબર જ હશે. વર્ષ 2017મા તેની પહેલીવાર ઓળખ થઈ હતી અને ત્યાર પછી વર્ષ 2019મા ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પણ પોસ્ટ કરી હતી જે પોસ્ટમાં જોકર મેલવેયરથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા. હવે આ જોકર મેલવેયર ફરી પાછો આવી ગયો છે. આના પરત ફરવાથી ઘણી એવી એપ્સ જે આ વાયરસથી ઇફેકટેડ છે અને તે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર હતી, અને તેના કારણે આ ખતરનાક એપ્સને ઘણા લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. જેમાં જોકર વાયરસ મળી આવ્યો છે જે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે સૌથી પહેલા જોકર વાયરસ વર્ષ 2017મા જોવા મળ્યો હતો અને આ સાયબર ક્રિમિનલ્સ માટે ખૂબ જ પોપ્યુલર પસંદગી છે. જેના દ્વારા તે એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચરે આને લઈને ચેતવણી આપી છે.

એક મળતા રિપોર્ટ મુજબ એમ જણાવામાં આવ્યું છે કે, જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર પર હાજર Smart SMS Messages, Blood Pressure Monitor, Voice Languages Translator અને Quick Text SMS એપ્સમાં મળી આવ્યો છે. આ તમામ એપ્સ યુઝર્સના ફોન પર આવતા તમામ નોટિફિકેશન અને મેસેજને વાંચી રહ્યા હતા અને ડેટા સ્ટોર કરી રહ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ મેલવેયર પોતાની ઓળખ ફોનમાં નથી છોડતા. આવામાં કોઈને ખબર પણ નથી પડતી કે તેમના ફોનમાં મેલવેયર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.