રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)એ દાવો કર્યો છે કે, મોબાઈલ કંપની ઓપ્પો ઈંડિયાએ 4389 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે અને આપને જણાવી દઈએ કે, ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે તેમજ આ વર્ષે મેમાં ઓપોની કેટલીય ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા હતા.
PIB એ એક પ્રેસ રિલિઝમાં પણ ડીઆરઆઈની આ કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી છે. રિલીઝમાં કહેવાયુ છે કે, દરોડા દરમિયાન ડીઆરઆઈની ટીમને ઓપ્પો ઈંડિયાની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓપ્પો ઈંડિયાના મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ ચીનની અન્ય એક કંપની વીવો પર પણ ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. ઈડીની એક તપાસમાં ખુલાસો થયો છે કે, વીવોની ભારતીય એકમે ટેક્સ દેણદારીથી બચવા માટે પોતાના ટર્નઓવરમાં અડધો ભાગ ભારતની બહાર મોકલ્યો. આ રકમ લગભગ 62 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે અને તપાસ દરમિયાન રકમ મોટા ભાગની ચીનમાં મોકલવામાં આવી છે. એપ્રિલમાં જ ઈડીએ શાઓમીના બેંક ખાતામાં જમા 5551 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ જાહેર કરીને વીવો મોબાઈલ કંપની દ્વારા તેમના બેંક ખાતા ફ્રીઝ કરવાને પડકાર આપતી અરજી પર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે અને સાથે જ ડેબિટ ફ્રીઝ અને 950 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી રજૂ કરવા અને 250 કરોડ રૂપિયાની બાકી રકમ રાખવા માટે બેંક અકાઉન્ટને ચાલુ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત ઈડીને વિવરણ આપવા માટે પણ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.