અરવલ્લી જિલ્લાના મેઘરજના પહાડીયા પંચાલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઈકચાલક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હતો અને જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મેઘરજના પહાડીયા પંચાલ નજીક અદાપુર ગામનો એક યુવક પોતાની બાઈક લઈને શામળાજીથી પરત ફરી રહ્યો હતો અને એ સમયે રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહન સાથે તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઇ ગયો હતો.
હીટ એન્ડ રનની આ અકસ્માત બાદ બાઈકચાલક યુવક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો અને જેથી સ્થળ ઉપર હાજર લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જેમાં હાલ અકસ્માત કરીને ફરાર થયેલા આરોપી વાહનચાલકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.