ઉત્તર પ્રદેશના એક પરિવાર દ્વારા આ વર્ષે બકરીઇદને અનોખી રીતે મનાવવાની ઘણી ચર્ચા છે. વાસ્તવમાં, રાજ્યના સીતાપુરમાં એક પરિવારે આ તહેવારને ખૂબ જ અલગ રીતે ઉજવ્યો અને આ મામલો માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. આ અલગ રીતે બકરીદની ઉજવણી કરવા બદલ લોકો આ પરિવારના જોરદાર વખાણ કરી રહ્યા છે અને તેને ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ સાથે તેને એક સારી પહેલ પણ કહેવામાં આવી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે બકરી ઇદના દિવસે બકરાને બલિદાન આપવામાં આવે છે અને જેમાં મુસ્લિમ સમાજના લોકો બકરાની કુરબાની આપે છે. પરંતુ આ પરિવારે અલગ રીતે કુરબાની આપીને બધાને પોતાના પ્રશંસક બનાવી દીધા છે.
સીતાપુરના ગ્વાલમંડી વિસ્તારના રહેવાસી મેરાજ અહેમદે બકરી ઇદના અવસર પર બકરીની બલિ નથી આપી, પરંતુ બકરીની તસવીર સાથે કેક કાપીને કુરબાનીની વિધિ કરી હતી અને આ બાબત હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. અહેવાલો અનુસાર, મેરાજ અહેમદ પશુ સેવા સમિતિના રાજ્ય ઉપાધ્યક્ષ છે
મેરાજે બકરી ઇદ પર કુરબાની આપવાનું કારણ અલગ રીતે સમજાવતા કહ્યું કે કુરબાની અનેક રીતે આપી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે જરૂરી નથી કે માત્ર કોઈ પ્રાણીની જ બલિ આપવામાં આવે અને જરૂરિયાતમંદ દીકરીના લગ્ન કરાવીને, કોઈને રક્તદાન કરીને તેનો જીવ બચાવીને પણ કુરબાની આપી શકાય છે.
બકરી ઇદની દિવસે બકરાની કુરબાની કેમ આપવામાં આવે છે તેની એક લોકવાયકા એવી છે કે આ હજરત ઈબ્રાહિમના અલ્લાહ પ્રત્યે પોતાના પુત્રઈસ્માઈલની કુરબાનીના યાદમાં મનાવવામાં આવે છે. આ તે સત્યને દેખાડવાની રીત છે કે હજરત ઈબ્રાહિમ અલ્લાહમાં સૌથી વધારે વિશ્વાસ કરતા હતા અને અલ્લાહ પર વિશ્વાસ દેખાડવા માટે તેમણે પોતાના પુત્રઈસ્માઈલની બલી આપવાની હતી, પરંતુ જેવી તેમણે પુત્ર ની બલી આપવા માટે તલવાર ઉગામી કે એક દૈવી ચમત્કાર થયો અને તેમના પુત્રની જગ્યાએ એક બકરો(બકરા જેવી પ્રજાતી) ત્યાં આવી ગઈ, કુરબાન થવા માટે. આ કહાનીના આધાર પર જાનવરની કુરબાની આપવામાં આવે છે. જાનવરને ત્રણ ભાગમાં કાપવામાં આવે છે. એક ભાગ ગરીબોને દાન કરવામાં આવે છે. બીજો ભાગ મિત્રો અને સગાસંબંધીઓને આપવામાં આવે છે, અને બચેલો ભાગ પરિવાર ખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.