હ્યુન્ડાઈએ 4 ઓગસ્ટે કારનાં લોન્ચિંગ પહેલાં ભારતમાં ચોથી જનરેશનની SUV ટક્સનની એક ઝલક બહાર પાડી છે. ટક્સનની કિંમત પછીથી જાહેર કરવામાં આવશે અને નવી હ્યુન્ડાઈ ટક્સન માટે બુકિંગ આવતાં અઠવાડિયે શરૂ થવાની ધારણા છે અને આવતાં મહિનાઓમાં તેની ડિલિવરી શરૂ થઈ શકે છે અને કંપની આ કારને પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિઅન્ટમાં બહાર પાડશે. આ SUVમાં 29 જેટલાં ફીચર્સ છે અને જે આ સેગમેન્ટમાં પહેલીવાર ઉપલબ્ધ થઈ રહ્યાં છે. ભારતમાં ટક્સનની આ ચોથી પેઢી છે. આ SUVમાં ગ્રાહકને લક્ઝરી અને ટેક્નોલોજીનો શાનદાર અનુભવ મળશે.
હ્યુન્ડાઈ ટક્સનને વોશર્સ સાથે પાછળનું વાઇપર મળે છે અને જે આ સેગમેન્ટમાં પહેલીવાર મળ્યું છે. આ સાથે જ તેમાં LED હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ અને શાર્ક ફિન એન્ટેના સાથે રિયર સ્પોઇલર પણ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એંગ્યુલર વ્હીલ આર્ક, બ્રોડ સાઇડ ક્લેડીંગ અને ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે અને જેમાં પાછળના ભાગમાં નવા ટક્સનમાં ડ્યુઅલ T-આકારની LED ટેલ-લાઇટ્સ મળે છે, જે LED લાઇટ બાર સાથે જોડાયેલ હોય છે. રિયર બમ્પરમાં ડાયમંડ-પેટર્ન ફિનિશ અને ફોક્સ સિલ્વર સ્કિડ પ્લેટ મળે છે. આ સિવાય તેમાં રૂફ સ્પોઈલર પણ મળે છે. આઉટગોઇંગ મોડલની સાપેક્ષે લંબાઈ 150mm વધુ લાંબી અને વ્હીલબેઝમાં 85mm વધારવાથી નવી ટક્સન અંદરથી મોટી દેખાય છે.
નવી Hyundai Tucson ની ડિઝાઈન કંપનીનાં સેંસુઑસ સ્પોર્ટીનેસ ડિઝાઈન પર આધારિત છે અને હાલનાં મોડલની સરખામણીમાં નવું મોડલ ડિઝાઈનની દ્રષ્ટિએ એકદમ અલગ છે. હવે તેમાં ટ્રાયેંગલ LED DRL સાથે પેરામેટ્રિક ગ્રિલ પણ આપવામાં આવી છે. આ SUVને આગળ અને પાછળ બંને તરફ LED લાઇટિંગ મળશે અને નવી SUVમાં T-આકારની ટેલ લાઇટ્સ છે, જે LED સ્ટ્રીપ સાથે જોડાયેલ છે. હ્યુન્ડાઈનો લોગો પાછળની વિન્ડશિલ્ડનાં તળિયે મૂકવામાં આવ્યો છે.
SUVના એન્જિન સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો આ કાર 2.0L ડીઝલ એન્જિન અને 2.0L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવશે અને ડીઝલ એન્જિન વેરિઅન્ટ 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે અને તે જ સમયે પેટ્રોલ એન્જિન વેરિઅન્ટમાં માત્ર 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ ઉપલબ્ધ હશે. હ્યુન્ડાઈ HTRAC ઓલ-વ્હીલ ડ્રો ઈવી સિસ્ટમ સાથે નવી ટક્સન પણ ઓફર કરશે.
કિંમતની વાત કરીએ તો અંદાજીત 25 થી 30.લાખ સુધીની હોઈ શકે છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.