કુમાર વિશ્વાસની સુરક્ષામાં કેન્દ્ર સરકારે ફરી વધારો કર્યો, હવે મળશે Y+ સુરક્ષા…

ગૃહ મંત્રાલયે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની સુરક્ષા પહેલા કરતા વધારે વધારી દીધી છે અને હવે કુમાર વિશ્વાસની સુરક્ષા Y થી વધારીને Y પ્લસ કરવામાં આવી છે અને ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને દેશભરમાં આ સુરક્ષા શ્રેણી આપવામાં આવશે.

ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે કુમાર વિશ્વાસની સુરક્ષા વધારી દીધી છે અને કુમારને અગાઉ વાય કેટેગરીની સુરક્ષા મળી હતી. Y+ સુરક્ષામાં સશસ્ત્ર પોલીસના 11 કમાન્ડો તૈનાત છે અને 11માંથી પાંચ પોલીસકર્મીઓ VIPના ઘરની અંદર અને તેની આસપાસ સુરક્ષા માટે રહેશે. ત્રણ શિફ્ટમાં છ પ્રોટેક્ટીવ સર્વિસ ઓફિસર (પીએસઓ) ગાર્ડ પણ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો અને AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વિશ્વાસના આરોપોને પગલે સરકારે ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા અને ધમકીની સમીક્ષા હાથ ધરી હતી અને સમીક્ષા પછી, તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે હવે વધારીને Y+ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.