રાજ્ય સરકાર દ્વારા તેજ ગતિએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ રહ્યું છે અને રાજકોટ, નવસારી, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેનુ હવે જલદીથી જ નિરાકરણ આવી જશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરમાં રીંગ રોડના પ્રશ્નનું નિરાકરણ લાવવા શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે અને નવા બંદરથી ટોપ થ્રી અને માલંણકા સુધી 297 કરોડના ખર્ચે રીંગ રોડ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે ત્રણ વિભાગ વચ્ચે ટેકનિકલ મુદ્દાઓને કારણે આ નિર્ણય અટવાયો હતો મનપાની રજૂઆત બાદ જીતુ વાઘાણીએ સરકારમાં કરી રજૂઆત કરી હતી અને CM તેમજ મંત્રીઓના હકારત્મક વલણથી નિર્ણયને બહાલી મળી છે.
4.75 કિલોમીટરનો નવા બંદર રોડથી જુના બંદર જંક્શન લિંક, 2.35 કિલોમીટરનો જુના બંદર જંક્શનથી કેબલ સ્ટેયડ બ્રિજ સુધી લિંક, 14.50 કિલોમીટરનો કેબલ સ્ટેયડ બ્રિજથી નિરમા જંક્શન સુધી લિંક તથા 1.30 કિલોમીટરનો રુવા રવેચી ધામથી નવા બંજર રોડ સુધી લિંક તેમજ ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંક્શન સુધીનો અંદાજિત 24 કિલોમીટરનો રીંગરોડ 297 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે અને ભાવનગરમાં આ રીંગરોડનું નિર્માણ થતા માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.