દેશમાં આગામી રાષ્ટ્રપતિ ચૂંટવા માટે 18 જૂલાઈના રોજ મતદાન થશે. મતદાન પહેલા રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારો સાથે સત્તાધારી અને વિપક્ષી જૂથ એક્ટિવ થયા છે અને પોતાના પક્ષમાં વધારે સમર્થન એકઠુ કરવા માટે બંને તરફથી જોર આપવામાં આવી રહ્યું છે.અને સતત બદલાતા સમીકરણોની વચ્ચે વિપક્ષી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પંજાબની સત્તા પર બેઠેલી આમ આદમી પાર્ટીનો સાથ વિપક્ષી પાર્ટીઓને મળ્યો છે અને આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માેટ વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે યશવંત સિન્હાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે આ જાહેરાત કરી છે અને સંજય સિંહે કહ્યું કે, અમે દ્રૌપદી મુર્મૂનું સન્માન કરીએ છીએ, પણ અમે મતદાન યશવંત સિન્હાના પક્ષમાં કરીશું. આમ આદમી પાર્ટી તરફથી યશવંત સિન્હાને સમર્થન એવા સમયે કર્યું છે અને જ્યારે ઝારખંડ મુક્તિ મોર્ચો અને બીજૂ જનતા દળ જેવી પાર્ટીઓ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.