હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરતના અનેક સ્થળોએ મેઘાએ તાંડવ મચાવતા જન જીવન પ્રભાવિત થયું છે વધુમાં વધુમાં પૂરના પાણીને લોકોના ઘરમાં ઘૂસતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયુ છે. અમુક કિસ્સાઓમાં લોકોના મોત પણ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મોનસૂનમાં ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે અમરેલીમાં આર્મીનો બેઝ કેમ્પ બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે અને જ્યાં હંગામી ધોરણે આર્મીનો બેઝ કેમ્પ બનશે.
હંગામી ધોરણે આર્મીનો બેઝ કેમ્પના નિર્ણય બાદ અમરેલીમાં આર્મી લશ્કરની કંપનીના જવાનોનું આગમન પણ થઈ ચૂક્યું છે અને અમરેલીમાં જવાનોએ પડાવ નાખ્યા છે. નોંધનિય છે કે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલો હોવાથી આજુબાજુના કોઇ પણ સ્થિતિમાં ચોમાંસામાં પૂર સહિતની સ્થિતિ વણશે તો પહોંચવામાં અનુકૂળતા રહે છે. આથી કેમ્પ માટે અમરેલી જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, અમરેલીથી 100 કિમીના અંતરે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓ આવેલા છે. અમરેલીમાં હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા આર્મીના બેઝ કેમ્પમાં 140 જેટલા આર્મી જવાનો મોનસૂન દરમિયાન રહેશે અને જે પૂર પ્રકોપની પરિસ્થિતિમાં રેસ્કયુ ઓપરેશન સાથે રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ થશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં 717 મીમીની સરેરાશ સામે અત્યાર સુધીમાં 395.01 મીમી વરસાદ થયો છે. સૌથી વધુ 1476 મીમી સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 1023.39 મીમી વરસાદ થયો છે અને સમગ્ર ગુજરાતમાં સીઝનમાં 850 મીમી વરસાદની સરેરાશ છે તેની સરખામણીએ 460.65 મીમી પાણી વરસી ગયું હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.