પિઆજીઓએ યુકેના બજાર માટે વેસ્પા સ્કૂટરની એક નવી સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. નવું સ્કૂટર વેસ્પા પ્રિમાવેરાના એક નવા સ્પેશિયનલ વેરિયેન્ટના રૂપે સામે આવ્યું છે અને જેને પિકનિક વેરિયેન્ટ પણ કહેવાય છે તેમજ આ સ્કૂટરને ખાસ કરીને પિકનિક પર જનારા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે
સ્ટાન્ડર્ડ પ્રિમાવેરા સ્કૂટર પર બનેલું આ સ્કૂટર એ નામનો ઉપયોગ કરે છે અને જેને 1960ના દાયકામાં બનાવાયુ હતું. આ સ્કૂટરની આઉટર બોડી પર કેટલાક પિકનિક ઓરિયેન્ટેડ ડિઝાઇન એલિમેન્ટ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં પાછળની તરફ લાકડાની પિકનિક બાસ્કેટ પણ છે. પિકનિકને વધુ ખાસ બનાવવા માટે બાસ્કેટમાં હેટ હટી શકે તેવી કૂલર બેગ અને વોટરપ્રૂફ કંબલ પણ શામેલ છે અને આ સ્કૂટર એ લોકોને વધુ પસંદ પડશે કે જે લોકોને બહાર રહેવું ગમે છે અને સૂર્યનો તડકો ખાવો ગમે છે.
સ્કૂટરને બે કલર ઓપ્શન ગ્રે અને પેસ્ટલ ગ્રીનમાં ઉપલબ્ધ કરાયુ છે. આ બન્નેને યુકેના માર્કેટમાં ખરીદવા માટે ઉપલબ્ધ કરાયા છે અને સ્કૂટરમાં આગળ અને પાછળ ક્રોમ પ્લેટેડ લગેજ રેક પણ છે, જેમાં ચામડાનો બેલ્ટ અને બે રંગની કાઠી છે, જે એક નાના ઇટાલિયન ધ્વજના વિવરણ સાથે પૂર્ણ થાય છે.
આ એક્સ્ટીરીયર ફીચર આ સ્કૂટરને હાલના મોડલથી ઘણું અલગ બનાવે છે. સ્કૂટર યૂકે ડીલરશીપ પાસે 4500 પાઉન્ડની કિંમત એટલે કે ભારતીય મુદ્રામાં ગણીએ તો લગભગ 4.2 લાખ રૂપિયાની કિંમતમાં 125 સીસી કોન્ફીગ્યુરેશનમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને વેસ્પા પ્રિમાવેરા પિકનિક અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં કેટલાક વેરિયેન્ટ 150 સીસીમાં પણ ઉપલબ્ધ છે. જોકે, આ સ્કૂટરની ભારતમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
પિયાજિઓ ઇન્ડિયાએ ભારતમાં પોતાના વેસ્પા અને એપ્રિલિયા સ્કૂટરોની કિંમતોમાં વધારાનો ઘોષણા કરી છે. વેસ્પા SXL 125ની કિંમત 1,33,403 અને SXL 150ની કિંમત 1,47,355 રૂપિયાથી શરૂ થાય છે. કિંમતોમાં વધારા સિવાય સ્કૂટરમાં અન્ય કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યા. સ્કૂટરના કોસ્મેટિક અને મિકેનિકલ સ્પેસિફિકેશન પહેલા જેવા જ છે. વેસ્પાના આ બન્ને સ્કૂટર 4 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે અને તેમાં એઝ્યોર બ્લુ, મેટ બ્લેક, મેટ રેડ ડ્રેગન, ઓરેન્જ અને પર્લ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.