સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે અને સિવિલની જૂની બિલ્ડિંગ, કિડની બિલ્ડિંગ અને કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારાઇ છે.
હોસ્પિટલમાં ICUમાં આગ અવરોધક પડદા, બેડશીટની સુવિધા તેમજ સિલિંગ યોગ્ય ન હોવાથી ફાયર વિભાગે નોટિસ ફટકારી છે અને નોંધનીય છે કે, આ બિલ્ડિંગમાં દૈનિક 2 હજારથી વધુ લોકો સારવાર અર્થે આવે છે અને દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખી ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે, સિવિલના આઈ.સી.યુમાં આગ અવરોધક પરદા, બેડસીટ, સિલિંગ એટલે કે છત સહિતનું યોગ્ય હોવું જોઈએ અને સિવિલની તમામ બિલ્ડિંગમાં એ.સી, વીજળીના ઉપકરણ તથા વેન્ટિલેટર, ફિલ્ટર સહિતના ઇલેક્ટ્રીક સાધનોનું નિયમિત મેઇન્ટેનન્સ કરવાનું હોય છે અને તેનો રિપોર્ટ સિવિલ તંત્રએ ફાયર વિભાગની રજૂ કરવાનો રહેશે. આગ નહી લાગે અને યોગ્ય રીતે સાવચેતી રાખવા માટે સિવિલની ત્રણેય બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.