રશિયાએ યુક્રેન પર 150 થી વધુ મિસાઈલો છોડી અને પુતિને 100થી વધુ કાયદા પસાર કર્યા જાણો વિગતવાર…..

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 5 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે તેમજ યુદ્ધમાં, રશિયન સેના પૂર્વ-દક્ષિણ શહેરો પર સતત હુમલો કરી રહી છે. યુક્રેનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે,સોમવારે રશિયન સૈનિકોએ સુમી ક્ષેત્રમાં 150 થી વધુ મિસાઇલો છોડી હતી. જો કે હજુ સુધી જાનહાનિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી અને યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 3000 થી વધુ મિસાઇલો છોડી છે.

તે જ સમયે, રશિયન સેનાએ સોમવારે ડોન્સ્ક ક્ષેત્રના ટોરેસ્ક શહેર પર ગોળીબાર કર્યો, જેમાં 5 લોકો માર્યા ગયા અને બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ તેમના સુરક્ષા વડા ઇવાન કાકાનોવ અને પ્રોસીક્યુટર જનરલ ઇરિયાના વેનેડિક્ટોવાને રાજદ્રોહના આરોપમાં બરતરફ કર્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 100 થી વધુ નવા કાયદા પસાર કર્યા છે. આમાંના ઘણા કાયદાઓને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યા છે. રશિયા દ્વારા પસાર કરાયેલા કાયદામાં એક કાયદા અનુસાર, હવે રશિયન અધિકારીઓ શંકાસ્પદ વ્યક્તિ સાથે વિદેશી એજન્ટ તરીકે વ્યવહાર કરી શકે છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે યુક્રેનની સેના રશિયાને યુદ્ધના મેદાનમાં આકરી લડત આપી રહી છે. રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે પશ્ચિમી શસ્ત્રોનો પ્રવાહ યુદ્ધના મેદાનમાં પરિસ્થિતિને બદલી રહ્યો છે અને યુક્રેનની સેના હવે રશિયન સેનાના કબજામાં રહેલા વિસ્તારોને ખાલી કરાવી રહી છે અને તે જ સમયે, રશિયન સેના માટે નવા વિસ્તારો પર કબજો મેળવવો પણ એક પડકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.