ડાકોરની યુવતીની સેવાલીયા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ એ કરી છેડતી !! પાંચ મહિના સુધી ફરિયાદ નહિ લેનારા PSI થયા સસ્પેન્ડ

ખુદ પોલીસ જ્યારે કોઈ ગૂનો કરે અને તેની સામે ફરિયાદ કરવા જાવ તો ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને ફરિયાદ નોંધવામાં આવતી નથી પણ એક યુવતીએ જ્યારે પોતાને છેડનાર બે પોલીસવાળા સામે ફરિયાદ આપવા ગઈ છતાં પણ ફરિયાદ નહિ લેનાર સાહેબ સામે આખરે ઉપરી અધિકારી એ એક્શન લઈ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન ઉપરથી વૈષ્ણોદેવીના દર્શન માટે સંઘ સાથે રવાના થયેલી ડાકોરની એક યુવતીની સેવાલિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી જાતિય સતામણીઓ અંગે લેખિત રજૂઆત બાદ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં પાંચ મહિનાઓ સુધી ફરિયાદ દાખલ કરવાના વિલંબ સામે વડોદરા રેલવે પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગોધરા રેલ્વે પી.એસ.આઇ રઘુભાઈ આલ ને સસ્પેન્ડ કરી દીધા છે.

પરિણામે વડોદરા રેલવે પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગોધરા રેલવે પી.એસ.આઇ રઘુભાઈ આલ ને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને અંતે યુવતીની ફરિયાદ નોંધવા મજબૂર થયેલા ગોધરા રેલ્વે પોલીસ તંત્રએ સેવાલિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ વિજય લક્ષ્મણભાઈ વાઘેલા અને ધિમંત બળવંત વાઘેલા સામે ઇપીકો 354- એ , 354- ડી, 114 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.