રાંચીમાં ચેકીંગ તસ્કરોએ ફૂલ સ્પીડમાં પિક-અપ વાન ચલાવી મહિલા પોલીસને કચડી,ઘટનાસ્થળે જ થયું મોત….

ઝારખંડની રાજધાની રાંચીમાં મહિલા સબ ઈન્સ્પેક્ટરને ગાડીથી કચડીને હત્યા કરી દેવામા આવી છે અને આ મામલો જિલ્લાના તુપુદાના ઓપી હદ વિસ્તારના હુલહુન્દુનો છે. જ્યાં વાહન ચેકીંગ દરમિયાન 2018 બૈચના સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો ને જાનવરોથી ભરેલી પિકઅપ વાને કચડી નાખ્યા છે. જેના કારણે સબ ઈન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી જાણકારી અનુસાર આ ઘટના બુધવારે સવારે 3.00 કલાકની આસપાસ થઈ હતી. ઘટનાની સૂચના મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગૌતસ્કર સિમડેગાથી પિકઅપ વાનમાં તસ્કરી માટે પશુઓ લઈને જતા હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યાર બાદ સિમડેગાના બસિયા પોલીસે પિકઅપ વાનનો પીછો કર્યો અને પશુઓ ભરેલી પિકઅપ વાન ડ્રાઈવર ગાડી લઈને ભાગવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળ પર હાજર રહેલા પોલીસે તેની સૂચના કામડારા પોલીસને આપી.

રાંચી પોલીસે ખૂંટી રાંચી સરહદ પર તુપુદાના ઓપી વિસ્તારના હુલહુન્દાની પાસે ચેકીંગ લગાવ્યું હતું. આ તમામની વચ્ચે લગભગ 3 વાગે ખૂબ જ સ્પિડમાં એક સફેદ રંગની પિકઅપ વાન આવતી દેખાઈ. ચેકીંગ દરમિયાન સબ ઈન્સ્પેક્ટર સંઘ્યા ટોપનો પોતાની ફોર્સ સાથે ઊભા હતા અને ગાડી રોકવાનો ઈશારો કર્યો, પણ ડ્રાઈવરે મહિલા પોલીસ પર ચડાવીને ભાગી ગયો. સબ ઈન્સ્પેક્ટરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને ડ્રાઈવર ગાડીને લઈને ફરાર થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.